રાજકોટમાં એક સાડા ત્રણ વર્ષના બાળક પર 3 કૂતરા ત્રાટક્યા હતા: . આ હુમલાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. 

SAMAY NEWS007  01 એપ્રિલ 2019

રાજકોટ :રાજ્યભરમાં દિવસેને દિવસે રખડા કૂતરાઓનો આતંક વધતો જ જાય છે. કૂતરાઓના આતંકના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં જે બનાવ બન્યો તે અત્યંત ચોંકાવનારો ગણી શકાય. રાજકોટમાં એક સાડા ત્રણ વર્ષના બાળક પર 3 કૂતરા ત્રાટક્યા હતા. બાળકની માતા દાંડિયા ક્લાસમાં ગઈ હતી, તે દરમિયાન બાળક પાર્ટી પ્લોટમાં રમતું હતું. ત્યારે અચાનક જ કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને કૂતરાઓને ભગાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાનામવા સર્કલ પાસે પ્રતિલોક પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસ ક્લાસ ચાલે છે. ત્યારે સાંજના સમયે એક મહિલા રાસ શીખવા આવી હતી. મહિલાઓ જ્યારે અહી રાસ શીખતી હોય છે, તો તેમના સંતાનો બગીચામાં રમતા હોય છે. તેથી મનીષાબેન નામની એક મહિલા રાસ શીખવામાં વ્યસ્ત હતી, ત્યાં બહાર તેના દીકરા પર કૂતરાઓ તૂટી પડ્યા હતા. એક-બે નહિ, ત્રણ-ત્રણ કૂતરાઓ બાળકને ઘેરી વળ્યા હતા.
કૂતરાઓ તૂટી પડતા જ બાળકે ચીસાચીસ કરી હતી, જેથી પાસે ઉભેલા બે યુવાનો તેની મદદે દોડી આવ્યા હતા અને તેઓએ બાળકને કૂતરાના ત્રાસથી બચાવ્યો હતો. જોકે, બાળકને એટલી ઈજા થઈ હતી કે, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 આ ઘટના બાદ રાસ રમતી બધી જ મહિલાઓ બહાર દોડી આવી હતી. મનીષાબહેને જોયું તો કૂતરાઓએ તેમના દીકરાને લોહીથી લથબથ કરી નાંખ્યો હતો. કૂતરાઓ નખ મારીને ઉજરડા કર્યા હતા, તો અનેક ઠેકાણે બચકા ભર્યા હતા. બાદમાં પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા, જેમાં રમી રહેલા બાળક પર કેવી રીતે કૂતરાઓ તૂટી પડ્યા હતા તે સ્પષ્ટ જોવા મળ્યું હતું.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.