અમદાવાદની યુવતી ને ટીક ટોક ના માધ્યમ થી મુંબઈના યુવક સાથે મિત્રતા બંધાતા યુવકે મુંબઈ બોલાવી ગોંધી રાખી.


SAMAY NEWS007  05 એપ્રિલ 2019

અમદાવાદ: આલ્ફા વન મોલમાં નોકરી કરતી અને વસ્ત્રાપુર ગામમાં રહેતી કોમલને ટિકટોક દ્વારા મુંબઈમાં રહેતા આકાશ સાથે મિત્રતા બંધાઇ હતી. આકાશની બહેનના લગ્ન હોવાથી કોમલ મુંબઈ ગઇ હતી. પરંતુ ત્યાં ગયા પછી યુવાન અને તેના પરિવારના સભ્યોએ યુવતીને ગોંધી રાખી હતી. કોમલે પરિવારના સભ્યોને જાણ કરતા પરિવારે પોલીસની મદદથી તેને છોડાવી હતી.
 વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી:આકાશનું આમંત્રણ મળતા કોમલ પરિવારને જાણ કરી તારીખ 23 એપ્રિલના રોજ મુંબઈ ગઇ હતી. પરંતુ આકાશના પરિવાર દ્વારા બળજબરી પૂર્વક ગોંધી રાખવાથી કોમલે વીડિયો કોલ મારફતે પોતાના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ પરિવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આકાશ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી.
શિવસેનાના કાર્યકરોની મદદ લીધી : પોલીસે કોમલના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી વસ્ત્રાપુરના PSI જી.આર.ભરવાડ બે મહિલા એએસઆઇની ટીમ સાથે નવી મુંબઇના શિવાજીનગર પાસે પહોંચી ગયા હતા. ગૂંપડપટ્ટીનો વિસ્તાર મોટો હોવાથી પોલીસને શોધખોળમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી. જેથી તેમણે સ્થાનિક શિવસેનાના કાર્યકરોની મદદ લીધી હતી.

બેકગ્રાઉન્ડ પરથી તેની શોધ શરૂ કરી :કોમલના ટિકટોક વીડિયોના આધારે પોલીસે તેના બેકગ્રાઉન્ડ પરથી તેની શોધ શરૂ કરી અને આકાશના ફેસબૂક ફ્રેન્ડ્સની પણ તપાસ હાથ ધરી હતી. 30 કલાકની મહેનત બાદ અંતે પોલીસે આકાશના ઘરને શોધીને કોમલને ત્યાંથી છોડાવી હતી. શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધ કરી ડોક્ટર તપાસ કર્યા બાદ પોલીસ કોમલને પરત વસ્ત્રાપુર લઇ આવી તેના પરિવારને સોપી હતી.

Comments

Popular posts from this blog

ગર્ભાવસ્થા દરમ્યાન તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે. પરંતુ આવા કેસની પહેલાં ક્યારેય કલ્પનાં પણ નહીં કરી હોય.

અમદાવાદઃ બાપુનગરમાં એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બંને સાથે એક-એક રાત રોકાતો હતો,

ભાવનગર શહેર ના ભીડભંજન મહાદેવ ચોક પાસે રોડ પર બે આખલાઓ એ આતંક મચાવ્યો હતો.