અમદાવાદઃ બાપુનગરમાં એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બંને સાથે એક-એક રાત રોકાતો હતો,

SAMAY NEWS007  16 એપ્રિલ 2019

અમદાવાદઃ બાપુનગરમાં એક યુવકે બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્ની આ વાતથી અજાણ હતી. યુવક નોકરીમાં નાઇટ શિફ્ટ હોવાનું કહીને બંને સાથે એક-એક રાત રોકાતો હતો, પરંતુ આ બંને પત્ની માર્કેટમાં ભેગી થઈ જતાં 8 વર્ષે ભાંડો ફૂટ્યો. થોડા દિવસ પહેલાં મહિલા હેલ્પલાઇન ‘અભયમ્’ 181 પર બાપુનગરની રાવી નામની યુવતીએ ફોન કરી મદદ માગી હતી કે, ‘મારા પતિ તેની બીજી પત્ની દીપિકા સાથે તેના ઘરમાં છે. પતિનું એક્ટિવા બહાર પડ્યું છે, પણ હું અંદર નહીં જાઉં. તમે આવો.
’ હેલ્પલાઇનના કાઉન્સેલર લીનાબહેન પહોંચ્યાં હતાં. તેણે લીનાબહેનને જણાવ્યું હતું કે, ‘મારાં લગ્ન 2012માં ગોતાના જિજ્ઞેશ મિશ્રા સાથે થયા હતા. અમારે સાડા પાંચ વર્ષનો દીકરો છે. 15 દિવસ પહેલા મને પતિના બીજા લગ્નની જાણ થતાં મેં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.’પતિના અન્ય લગ્નની વિશે મહિલાએ જણાવ્યું કે, ‘એક વાર મેં ફેસબુક પર અન્ય યુવતી સાથે મારા પતિના ફોટા જોયા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે આ યુવતી કોણ છે? ત્યારે તેમણે મને કહ્યું હતું કે તે મારી મિત્ર છે અને હું માની ગઈ હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.